મમ્મા, હું ફક્ત બે જ કલાકનો સફર કરીને આવી છું અને હવે આદ્ત પડી ગઈ છે. પણ બહુ ભૂખ લાગી છે. મમ્મા ચલોને જમી લઇએ કહેતા મને ખેંચીને રસોડામાં લઈ ગઈ. જમતા જમતા ઘણી વાતો શેર કરી,ઘણું બધુ પૂછી પણ લીધું અને ઘણી વાતો યાદ કરવી. જૂની યાદો કદાચ જેણે મનના કોઈ ખૂણામાં સંતાઈને બેઠી હતી. એ બધી જ બહાર આવી ગઈ અને આખરે ગિફ્ટની વાત આવી. બેટા, ધીરજ રાખ.આઈ વીલ ગીવ યુ યોર ગિફ્ટ, મે થોડા અચકાતા કહ્યું. ઓકે મમ્મા, આટલું કહેતા એ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ અને કિચનમાં ગઈ, હાથ ધોઈ પાછી આવી અને સિધી એના રૂમમાં