નથણી ખોવાણી - પ્રકરણ - ૨૭

(90)
  • 4.7k
  • 13
  • 2k

ગૌતમ  રુમ‌ માં જવા  જતો જ હતો કે દમયંતી બહેને  એને  રોકતા પૂછ્યું  , "  ગૌતમ ! તને આ વાત ની ખબર હતી ! હેં …ને ?  તો મેં જ્યારે સગાઈ ની વાત કરી  હતી  ત્યારે કેમ   કંઈ  ના કહ્યું ? "     ગૌતમ મૌન રહ્યો . દમયંતીબહેન સોફા પર ફસડાઈ  પડ્યા .  અમોલ  તરફ  જોયું અને કહ્યું , "  આપણા વચ્ચે પહેલાં જ વાત થઈ હતી કે તન્વી અને  ગૌતમ  ની સગાઇ કરવા ની છે.  અને  આટલી સરસ પત્ની છે તારી  ! તો આ બધું કરતાં પહેલાં થોડોકેય વિચાર નાં આવ્યો ?  આમ સાવ ..આવું  ! તેં આકાંક્ષા સાથે