કાળઝાળ ગરમીથી ધગતી ધરા... માણીએ રંગ વસંતના અવનવા... શિયાળાની વિદાય સાથે જ ઉનાળાએ દેખા દઈ દીધી છે. લીલીછમ ધરતી હવે બળવા લાગી છે, તાંબાવર્ણો તાપ હવે શરીરને દઝાડી રહ્યો છે. શિયાળામાં મનભાવન લાગતો તાપ જ્યારે શત્રુ સમાન લાગે એટલે વસંત પુર બહાર માં ખીલ્યો હોય ની અગમચેતી , અચાનક ફ્રુટ માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હોઈએ અને જેને જોઈને વગર ભૂખ એ પણ જઠર માં અગ્નિ પ્રદિપ્ત થાય એવું ફ્રુટ એટલે ફળોનો રાજા- આમ્ર. કેરીના બે અદ્દભુત નામો પુરાતન સંસ્કૃતિ ગ્રંથોમાં વાંચવા મળે છે, એક સ્વીટ નામ છે - ' મધુદુત