ચીસ - 19

(158)
  • 6k
  • 4
  • 3.2k

કાજળકાળી રાત..હાઈવે પર એકલ-દોકલ લાંબા ગાળાના ગેપથી પસાર થઈ રહેલા વાહનોની ધડીભર ઉજાસ પાથરી જતી હેડલાઈટ્સ..આખા શહેરના ખૂણેખૂણેથી યુદ્ધ ચડ્યાં હોય એમ આ તરફ ધસી આવી રહેલાં શ્વાન.... જીવ લઈને જઈ રહેલા યમદૂતને ભાળી ગયાં હોય એમ એક ધારૂ એમનુ કાળજુ કંપાવી દેનારા રૂદને રાત ગજવી મૂકેલી.મધરાતની રોશનીથી ઝગમગતી હોટલને છોડી બહાર નીકળેલો ઓળો રસ્તો ઓળંગી અંધકારમાં પ્રવેશ્યો.અચાનક જો એ કોઈની સામે આવી જાય તો ગમે તેવા કઠણ કાળજાના વ્યક્તિનું પણ હૃદય બેસી જાય એવો કદરૂપો એનો ડોળ હતો.એના હાથમાં ધબકતું લોહિયાળ દિલનુ દ્રશ્ય ગમે તેવા કઠોર વ્યક્તિના હાડ આંગાળી નાખવા સક્ષમ હતુંએની મોટી મોટી શ્વેત આંખોનાં પોપટાં બહાર ઉપસી આવેલાં. આવા