એક દિવસે એક અંદાજે પચાસેક વયના ભાઈ એક પ્રસિદ્ધ ડૉક્ટર ને મળવા ગયા.ડૉક્ટર ની સારવાર ખુબ જ પ્રસિદ્ધ હતી એટલે ભાઈ ને થયુ કે એમનો ઈલાજ અહીં પાકો થશે. એવી આશા અને અપેક્ષાઓ સાથે લઇ ભાઈ ડૉક્ટર પાસે આવ્યા. ડોક્ટરે સમસ્યા પૂછી, "ભાઈ શું થાય છે?" ભાઈ એ જણાવ્યું "તબિયત માં નબળાઈ રહે છે અને હૃદય માં દુખાવો રહે છે." ડોક્ટરે પૂછ્યું," આવું તમારા સાથે ક્યારથી બને છે?" ભાઈ એ જવાબ આપ્યો," આમ તો છેલ્લા ત્રીસ એક વર્ષથી બને છે, પણ દુખાવો હવે વધવા લાગ્યો છે અને હવે સહન ના થતા તમારા પાસે આવ્યો છું.