આઝાદ

  • 3.5k
  • 2
  • 884

"આઝાદ" "અરે, ધરતી તું જા, હું આવું પછી". લાઇબ્રેરીમાં બુક્સના થપ્પા ફંફોળતો હું બોલ્યો. "શું કરે છે તું યાર ! તારી પાસે સમય બહું ઓછો છે અને એમાં તું કેટલી માહિતી એકઠી કરી શકશે?" ધરતી આશ્ચર્યજનક સ્વરે મારી સામે જોઈને બોલી. એક્ચ્યુલી, થયું એવું હતું કે મારા ઓફિસ સ્ટાફનાં મિત્રોએ મને મારા બોસની સામે ફસાવી દીધો છે. ૧૫મી ઓગસ્ટ નિમિત્તે અમારી કંપની તરફથી એક પ્રોગ્રામનું આયોજન કરાયું છે અને એમાં હું કોઈ ક્રાંતિકારી વિષે બોલીશ એવું તે લોકોએ બોસને જણાવ્યું છે. તે લોકોને ખબર છે કે મને હિસ્ટ્રીમાં રસ નથી પડતો અને ક્રાંતિકારીઓ વિષેતો મેં ખાલી મૂવીઝમાં જોયું છે અને