રવિ, ગાયબ હતો. તેનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો હતો. બે દિવસથી તેના ઘરની બહાર તાળું માર્યું હતું. ઓફિસમાં પણ રજા લીધી નોહતી, આમ અચાનક રવિ કઈ રીતે ગાયબ થઈ શકે? જે વ્યક્તિ છેલ્લા બે વર્ષથી ઓફીસ માંથી એક દિવસની રજા નોહતી લીધી તે વ્યક્તિ, આમ અચાનક બે બે દિવસ સુધી જાણ કર્યા વગર ગાયબ થઈ જાય! વાત હજમ નોહતી થઈ રહી, તેના મિત્રો, સંબંધીઓ બધેજ પૂછી લીધું હતું. રવિનો કોઈ પતો નોહતો.શુ થયું હશે, રવિની સાથે? તેનું અકાસ્માત થયું હશે? કોઈએ તેનું અપહરણ કરી બંધી બનાવ્યો હશે? તેનો વ્યક્તિત્વ જ એવો નોહતો, કે તેના દુશ્મન હોય, જ્યાં જતો