મહારાજ દરવાજો ખોલી ને કેબીનમાં પ્રવેશ્યા, સાથે તેમનો હેલ્પર પણ હતો ,જે જમવાનું લઈને આવ્યા હતાં. અંજુ એ પોતાની કેબીનમાં જ અલગ થી જમવા માટે નો એરીયા બનાવેલો હતો. જ્યાં ચાર જણા જમવા બેસી શકે તેવુ ડાઇનીંગ ટેબલ અને ચેર, ડાઈનીંગ ટેબલ પર સફેદ દૂધ જેવા ઈટાલિયન માર્બલ નુ ટોપ હતુ અને સેમ લેધર થી સજજ મેચીંગ ની ચેર ગોઠવેલી હતી.આજે પ્રયાગ ની વર્ષગાંઠ હતી, એટલે જમવામાં આજે મહારાજે દૂધપાક, પૂરી, સાથે સલાડ, પાપડ, ટીંડોડા નું શાક, અને કઠોડ માં દેશી ચણા ...મરચા તથા આચાર બનાવ્યા હતાં. ત્રણેય જણા આજે પહેલીવાર સાથે એક જ ટેબલ પર બેસી ને જમી રહ્યા હતા. પ્રયાગે અંજુ