જેમ સનાતન ધર્મ જીવન જીવવાની ઉત્તમ રીત છે. તે જ પ્રકારે યોગ પણ પ્રાચીન સમય માં ઋષિમુનિઓ દ્વારા વિકસિત કરાયેલી જીવન જીવવાની આદર્શ રીત હતી (છે). જે વર્તમાન સમય માં અમુક પ્રકાર ના આસનો માં બંધાઈ ને સંકુચિત થઈ જવા પામી છે. યોગ ની સમજણ માટે તેની વ્યાખ્યા કરવી એ હિમાલય ચડવા જેવું કપરું કામ છે. આથી યોગ ને સમજવા ભગવાન શ્રીકૃષ્ણ ના મુખે ગવાયેલી ગીતા નો આશરો લેવો પડે તેમ છે. કારણ કે એક રાજ્ય થી અન્ય રાજ્ય અને એક દેશ થી અન્ય દેશ જતા યોગ ની વ્યાખ્યા