વિષાદ યોગ - પ્રકરણ - 25

(185)
  • 6.5k
  • 11
  • 4.4k

______________________________________________________________________ નિશીથ ફોન મુકી થોડીવાર સુનમુન બેસી રહ્યો એટલે કશિશે પુછ્યું “ શું થયું નિશીથ કોનો ફોન હતો? અને તું કેમ આમ ઉદાસ થઇ ગયો?” નિશીથે કશિશ સામે જોયું અને પછી બોલ્યો “મે કાલે રાતે જે માણસને કામ સોપ્યુ હતું. તે રોમેશ મેકવાનનો જ ફોન હતો. તેણે પેલા અનાથાશ્રમના ચોકીદાર વિશે તપાસ કરાવી અને તેને જાણવા મળ્યુ છે કે આ બંનેએ વિસ વર્ષ પહેલા સુર્યેશ્વર મહદેવ મંદીરના આચાર્યનું ખુન કરેલું અને તેને લીધેજ તે લોકોને જેલની સજા થયેલી. તેમાંથી એક તો હજુ હમણાજ જેલમાંથી છુટીને આવ્યો છે. તે પછી જે વાત કરી તે તો આપણે જાણીએ જ છીએ કે આચાર્ય