ભેદ - - 14

(200)
  • 7.2k
  • 3
  • 4.8k

કિશોર ભાનમાં આવી ગયો હતો. ‘હવે તબિયત કેમ છે કિશોર...?’ માઈકલે સ્મિત ફરકાવીને કોમળ અવાજે પૂછ્યું. ‘હવે સારું છે, પણ આપ...?’ આંખ ઉઘાડતાં જ જે ચહેરો સામે આવ્યો એ જોઈને કિશોર ગભરાઈને ચૂપ થઈ ગયો. ‘તારું ગ્લાઈડર મારી જ બોટ પર પડવાનું હતું. પરંતુ આપણા સદ્દનસીબે એ પાણીમાં પડ્યું અને આપણે બંને બચી ગયા. ખેર, બોલ, શું પીવું છે ચા-દૂધ કે કોફી?’ ‘કોફી જ ઠીક રહેશે.’ કિશોર બેઠા થતાં કહ્યું, ‘શું હું મારા પ્રાણરક્ષકનો પરિચય જાણી શકું છું?’