સમય ઓછો હતો. રવિન્દને જવાનાં દિવસમાં આજનો દિવસ પણ પુરો થઈ જવા આવ્યો. દિલીપભાઈ મેહમાનને આવકાર આપતા સોફા પર બેસાડ્યા. નેહલ પાણી લઈ ને બાહાર આવી. રીતલને ગોતતી રવિન્દની નજર થોડી જુકેલી હતી. બધા પોતાની વાતોમાં મશગુલ બેઠા હતા. બઘાને એકબીજા ની કંપની મળતી હતી. આ બધાની વચ્ચે એકલો બેઠેલો રવિન્દ રીતલની યાદમાં ખોવાયેલ વિચારો કરતો હતો. કોઈ રીતલનું પૂછતાં પણ ન હતાં. દર થોડીક વારે તેની આખો રીતલને ગોતતી ઉપર-નીચે થતી. રુમઝુમ ઝાંઝરનો અવાજ આવતાં બધાનું ધ્યાન ઉપરથી આવતી રીતલ પર ગયું. છુટા પલ્લુની કટક રેડ કલરની સાડી, ખુલ્લા હેર ને હાથમાં