પ્રાચીન આત્મા - ૩

(159)
  • 4.8k
  • 8
  • 3.3k

ભારતીય રેલ્વે, શરૂઆત 16 એપ્રિલ,1853માં મુંબઈ થી થાણે વચ્ચે થઈ હતી. લગભગ એ જ સમયે રેલ્વે પટરીઓમાં ખોદકામ દરમિયાન હડપ્પીય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા હતા. અંગ્રેજો જાણતા હતા, ભારત જેટલા વિશાળ દેશ પર રાજ કરવા માટે રેલ્વેનું હોવું જરૂરી છે. જેથી મુંબઈ પછી, દેશભરમાં આવી રેલ્વે સુવિધાઓની શરૂઆત કરવામાં આવી રહી હતી. પ્રો. મનરો, તે સમયે રેલ્વે ઓફિસર હતા‌ અને સુપરવિઝન માટે અવાર-નવાર અલગ-અલગ સ્થળો પર જતાં હતાં. તે દિવસ મને આજે પણ યાદ છે. રેલવેના પટરીઓના ખોદકામ દરમિયાન અમને પ્રાચીન અવશેષો મળ્યા હતા. અમે લગભગ પચાસ એક જણાની ટિમ હતી. તેમાં ચાલીસ એક ભારતીય મજદૂર અને દશ એક જેટલા