મંદિર નો રસ્તો રોકીને યુવતી એવી રીતે ઉભી રહી કે સીધો પ્રેમનો દ્વાર ખુલી ગયોકોલમ- પ્રેમની વસંત બારેમાસ લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર-9824856247 સવારનો સમય છે અને સૂર્યોદય થવાની તૈયારી છે. પક્ષીઓનો મધુર કલરવ સંભળાઈ રહ્યો છે. જાહેર માર્ગો પર વાહનોની ખૂબ જ ઓછી માત્રામાં અવરજવર જોવા મળી રહી છે અને સવારમાં શહેરીજનો કદમ થી કદમ મિલાવીને ચાલી રહ્યા છે. કેટલાક હળવી કસરત કરી રહ્યા છે તો બીજી બાજુ શહેરના પોશ માનવામાં આવતા વિસ્તારોમાં હજુ પણ સન્નાટો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના લોકો આરામ ફરમાવી રહ્યા છે. પરંતુ શહેરના પોશ વિસ્તારમાં રહેતો નીરવ નામનો યુવાન વહેલી સવારમાં ઉઠી ને