વીસેક વર્ષ પહેલાં ની વાત છે મારુ ઘર નાનું પણ સુવિધા સભર હતું. આજુબાજુમાં પણ અમારી જેમ મધ્યમ કક્ષા ના લોકો રહેતા. પણ અમારી જ્ઞાતિનું કોઈ નહોતું. અમે બધા ભાઈ બહેનો મોટા થઈ ગયા છીએ હવે સંબંધ ગોતવાના હોય તો ઘર થોડું મોટું વ્યવસ્થિત હોવું જોઈએ. એવું હંમેશા મારી બા (રમાબેન) મારા પિતા (સુરેશભાઈ) ને કહેતા.સુરેશભાઈ પણ હા કહેતા. મારો એક ભાઈ કમલેશ મુંબઈ માં રહેતો. અને પિતા પણ ધંધા માટે મુંબઈ આવતા જતાં. ચાર પાંચ વર્ષથી દર દિવાળી એ કમલેશભાઈ આવે ત્યારે ઘર ની વાત નીકળે ત્યારે બધા હા લઈએ કોઈ સારું હોય તો આપણા બજેટ પ્રમાણે તો