“ આઇ લવ યુ !” મુરલીએ થોડી પળો ખામોશ રહીને ક્રિષ્નાને માથે હાથ મૂકીને એની આંખોમાં આંખો પરોવી કહ્યું.ક્રિષ્ના માટે એની આંખોમાં જોઈ રહેવું આશાન ન હતું. એનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. એની પીઠ દીવાલને અઢેલીને એ ઉભી હતી, પાછળ જવાની જગ્યા ન હતી. એણે માથું બીજી બાજુવાળી લીધું. એના ચમકતા ગાલ અને ગરદન પર મુરલીની નજર ફરી રહી હતી એ નજરના બાણ સીધા ક્રિષ્નાના દિલ પર વાગતાં હતા. એના હોઠ ધ્રુજી રહ્યા હતા. મુરલી જાણે હોશ ખોઈ બેઠો હોય એમ ધીરે ધીરે નજીક આવી રહ્યો હતો. ક્રિષ્નાને થયું કે એને હવે અહીંથી ચાલ્યા જવું જોઈએ પણ, એના પગ