મહેકતી સુવાસ ભાગ 13 (સંપૂર્ણ )

(119)
  • 3.9k
  • 6
  • 2.2k

વાતાવરણ અત્યારે ખરેખર અત્યારે બહુ કરૂણ હતુ. ઈશિતા આકાશ ને સંભાળે છે તે તેની પાસે બેસી ને કહે છે તમે મને તમારી  જિંદગીમાથી તમે મને મુક્ત કેવી રીતે કરી શકો?? આપણે અગ્નિ ની સાક્ષી એ સાથ ફેરા ફર્યા છે. તમારી પર મારો પણ એટલો જ હક છે આકાશ... આપણા સંતાનો અને આપણો પરિવાર છે. લગ્ન ના આટલા વર્ષો પછી આ મોડ પર હુ કેવી રીતે તમને છોડી શકું?? હા હુ એ વાત સ્વીકારૂ છુ કે આદિત્ય ને હુ પ્રેમ કરતી હતી અત્યારે પણ દિલના એક ખુણામાં તેને માટે સોફ્ટ કોર્નર છે .અને એ કદાચ મારા આખરી ક્ષણ સુધી રહેશે .