અફસોસ

(39)
  • 2.7k
  • 6
  • 868

            બાલ્કની માંથી આછો સોનેરી તડકો છેક બેડરૂમનાં બેડ સુધી પહોંચી રહ્યો હતો.બેડ ઉપર સૂતેલા અવિનાશનાં મોંઢા ઉપર પડતા આછા સોનેરી કિરણો અનોખી ભાત પાડતા હતા.ગરમીની ઋતુનો સવારનો આછો તડકો પણ અવિનાશ ને અકળાવતો હતો અને એ વારેવારે ચાદરથી પોતાનું મોઢું ઢાંકી દેતો હતો અને જોર-જોરથી બબડવા લાગતો..અરે યાર નિહારિકા! રજાનાં દિવસે તો શાંતિ લેવા દે...સવારનાં પહોરમાં કેમ બારી ખોલી નાખશ?  નિહારિકા પોતાના ભીના વાળની આંગળીથી ગૂંચ ઉકેલતા બોલી ઉઠી... સવારનો પહોર? સાડા નવ વાગી ચૂકયા છે...અવિનાશની પાસે જઈ ને મોંઢા ઉપરથી ચાદર હટાવીને પોતાના ભીના વાળનો જોરદાર ઝાટકો અવિનાશનાં ગાલ ઉપર માર્યો...જેના કારણે અવિનાશ