આ સાંભળતા તરત જ બધું જ જોવાની ઇચ્છા સાથે રૂમ તરફ વળ્યા અને મે એમણે રોક્યા, સુભાષ અત્યારે મોળું થઇ ગયું છે તમે કાલે જોઇ લેજો બૅગ ક્યા ભાગી ને જાય છે. અને અચાનક જ મારી કમરમાં હાથ નાખી પોતાની તરફ ખેંચી અને ખૂબ જ પ્રેમથી બોલ્યા, તું અને તારાથી જોડાયેલી દરેક વસ્તુ ક્યાંય નથી જવાની પણ આજે આટલા વર્ષો પછી ફરીથી તારા પ્રેમમાં પડવાની ઇચ્છા થઇ આવી છે. આમ અચાનક પ્રેમની અભિવ્યક્તિ જોઈ હું ચકિત થઇ ગઇ. શું કરવું કંઇ ભાન જ ના રહ્યું અને અચાનક મારી કમર પરની પકડ વધારે મજબુત થવા લાગી, એમ લાગ્યું કે આમ જ