પ્રેમ... એક સાથે જ કેમ...?

(24)
  • 4.9k
  • 1
  • 1.8k

એક સમયે તમે કોઈ એક જ વ્યક્તિને પ્રેમ કરી શકો...આ વાક્ય બોલીને આજકાલ ઘણા જ્ઞાની લોકો પ્રેમની વ્યાખ્યા કરી રહ્યા છે. પણ વાસ્તવમાં ન તો આ પ્રેમની વ્યાખ્યા છે, કે ન આ કથન સાથે હું અંગત રીતે સહેજ અમથો પણ સહમત છું. કારણ કે પ્રેમ એ પૂર્ણતા છે, અપૂર્ણતાનો અવકાશ પ્રેમમાં શક્ય જ નથી. વાસ્તવમાં તો પ્રેમની કોઈ શાબ્દિક વ્યાખ્યા જ શક્ય નથી, કારણ કે પ્રેમ એ વ્યાખ્યા કરવાનો વિષય નથી. પ્રેમ એ માણવા અને અનુભવવાનો શૂન્યાવકાશમા પથરાયેલો એવો અંતરાલ છે, જે કદાચ સમયની જ બાધાઓમાં નથી સમાઈ શકતો. એ અનંત છે, નિરાકાર છે અને સ્વતંત્ર તેમજ મુક્ત અસ્તિત્વનો માર્ગ