લાગણીની સુવાસ - 20

(54)
  • 3.9k
  • 6
  • 1.9k

            ઝમકુ રાતના અંધારામાં છુપાતી છુપાતી પોતાના ઘર તરફ જતી હતી .ત્યાં એક પછી એક લોકોના ટોળા દોડા દોડ કરતા એને જોયા એ રઘવાઈ થઈ એના ઘરબાજુ દોડી દૂરથી આગ લાગી હોય એવુ લાગતુ હતું . એની ઝડપ વધારી ...અને ઘરબાજુ લોકોના ટોળા જોઈ ફસડાઈ પડી... થોડીવારમાં લક્ષ્મી ત્યાં આવી બીજા લોકોની મદદથી એને લઈ પોતાના ઘરે લઈ ગઈ ...વાતાવરણ ઘણુ ભયાંનક હતું. લોકોના મોઢે વાતો જ ઉભરાતી હતી ... એમાય સવાર સુધીમાં કોઈકે વાત ઉડાવી કે ઝમકુએ જ પોતાના ઘરનાને ઉઘતા બાળી કૂટ્યા.... વાતને ફેલતા થોડીવાર લાગે... સવાર થતા સત્યાને પણ આ વાત મલી.....