પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 32

(121)
  • 5.3k
  • 4
  • 1.9k

પૃથ્વી પોતાની જગ્યા પર થી ઊભો થયો ,અને નંદની તરફ આગળ વધ્યો, નંદની એ પોતાની આંખો નીચે ઝુકાવી લીધી.બધા એક દમ શાંત થઈ ગયા. પૃથ્વી ધીમે ધીમે નંદની તરફ આગળ વધી રહ્યો હતો,ગભરાહટ ના કારણે નંદની પોતાના નખ કચકચવી રહી હતી ,પણ અહી પૃથ્વી બિલકુલ આત્મવિશ્વાસ થી ભરપૂર હતો. પૃથ્વી નંદની પાસે જઈને ઊભો રહ્યો,નંદની હજુ પણ નીચે જ જોઈ રહી હતી ,વિશ્વા જે નંદની ના બાજુ માં બેઠી હતી ,એ ખસી ને બીજી બાજુ ભાગી ગઈ ,હવે એ જગ્યાએ ફક્ત નંદની અને પૃથ્વી જ બેઠા હતા.વિશ્વા ના ચાલ્યા જવા થી નંદની વધારે ડરી ગઈ,આટલી સદીઓ થી પૃથ્વી સાથે રહેવા