સપના અળવીતરાં - ૨૮

(43)
  • 3.1k
  • 5
  • 1.4k

"કેન વી મીટ? "રાગિણી ને પોતાના કાન પર ભરોસો ન બેઠો. મિ. કેયૂર ખન્ના એ ડાયરેક્ટ તેને કોલ કર્યો! બાકી તો દરવખતે પેલા મિ. 'ખડૂસ' મનન નો કોલ આવે અને તે મિટિંગ ફિક્સ કરે, અથવા તો પહેલા મિ. મનન નો અવાજ કાનમાં ભટકાય અને પછી જ મિ. કેયૂર લાઇન પર આવે... રાગિણી આ વિચારોમાં અટવાયેલી હતી ત્યાં ફરી સામેથી કેયૂર નો અવાજ સંભળાયો. "હલો, મિસ રાગિણી... આર યુ ધેર? ""હં... હા... અમ્.... મિટિંગ... અત્યારે... આઇ મીન ક્યારે... "શું બોલી ગઈ... અને આગળ શું બોલવું... કશું સમજાતું નહોતું. તેની આવી પરિસ્થિતિ જોઈ બાટલીવાલાએ સોડાબાટલીના તળિયા જડેલા કાળી ફ્રેમના ચશ્મા નાકની દાંડી પર