'નોટિસ પિરિયડ' નાટકનું છેલ્લું દ્રશ્ય યાદગાર હોવું જોઈએ, છેલ્લા ડાયલોગ્સ લોકોના દિલોદિમાગ પર છવાઈ જવા જોઈએ, એવું ક્યાંક સાંભળેલું યાદ આવે છે. છેલ્લા દિવસોમાં આવું થવું સ્વાભાવિક છે. મારા છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, એટલે આવા ચિત્ર વિચિત્ર વિચારો આવવા સ્વાભાવિક છે. અરે, મને કોઈ ગંભીર બીમારી નથી, ડોન્ટ વરી. હું એક એમ્પ્લોયી છું. પ્રાઇવેટ કંપનીમાં કામ કરનાર એમ્પ્લોયી. અમે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતાં લોકો અવારનવાર કૂદાકૂદ કરતાં હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી, ત્રીજી થી ચોથી અને ચોથી થી.... ચાલ્યાં જ કરે છે. સામાન્યતઃ અમારી મનુષ્યજાતમાં જ ગણતરી થતી હોય છે પરંતુ ક્યારેક ગળામાં પહેરેલ ટાઈ કુતરાના