નો રીટર્ન-૨ ભાગ-૯૬

(326)
  • 8.4k
  • 5
  • 4.7k

નો રીટર્ન-૨ ભાગ-૯૬ ખજાનો હતો એની સાબીતી અમારી નજરો સામે ઝળહળી રહી હતી. એક તાસકમાં ભરેલો પ્રકાશનો પૂંજ અમારી આંખોને ચકાચૌંધ કરતો હતો. અમે અમારાં તમામ દુઃખ, દર્દ, પીડા ભૂલીને એ તાસકને તાકી રહ્યાં હતાં. અરે... અમે કેવી ભયાનક પરિસ્થિતિમાં હતાં એ પણ લગભગ વિસરી ચૂકયાં હતાં. પરંતુ બહું જલ્દી હું વર્તમાનમાં પાછો ફર્યો હતો. તેનું કારણ પેલો આદીવાસીઓનો સરદાર હતો. એ તાસકમાં ભરેલાં ઝવેરાત તરફ આંગળી ચીંધીને તેની ભાષામાં જોર જોરથી કશુંક બોલી રહ્યો હતો અને અમારી તરફ ભયંકર ક્રોધે ભરાઇને ઇશારાઓ કરતો હતો. પહેલાં તો મને તાજ્જૂબી ઉદભવી પરંતુ પછી ધ્યાનથી જોયું ત્યારે સમજાયું કે ખરેખર