તો હવે આપડે આવતા સેસનમાં મળીશું... ત્યાં સુધી તમે અત્યાર સુધીનું ફરીથી વાંચજો અને કંઈપણ ક્વેરી હોય તો મને વોટ્સેપ કરજો. આવજો. સી યુ ઇન ધ નેક્ષ્ટ સેસન. ________________________________________________________________________________________________________________________ અંક ૧ - તને ગોતવી તો ગોતવી ક્યાં? શર્ટ પર પહેરેલી ટાઈ ઢીલી કરી, શર્ટની સ્લીવ્સ અડધા હાથ સુધી વાળી, માથાના વાળ સરખાં કરી બાજુમાં પડેલી પાણીની બોટલમાંથી પાણી પી, સામે ચેર પર હું બેઠો. સતત ૫ કલાક ટ્રેનીંગ આપી, બોલ્યા બાદ અનુભવાતી લાગણી એ સંતોષ અને થાકના મિશ્રણમાં હતી. સંતોષ એટલા માટે કેમ કે આ મારું મનગમતું કામ છે અને થાક એટલા માટે કે હું પણ માણસ છું. પણ