લોરા બોલી, "૧૦ kt ." " તું શું બોલી રહી છે લોરા તને ખબર પણ છે?" કોહલર બોલ્યા. "હા" કોહલર ની આંખો માં જાણે લોહી આવી ગયું હોય એટલી લાલ થઇ ગઈ હતી. "૧૦ કિલોટન એ કોઈ મોટો સિટી ને ઉડાડી દે એટલો પાવર ધરાવે છે." કિલોટન આ શબ્દ થી લોરા ને નફરત હતી.એક કિલોટન ઈકવલ તો ૧૦૦૦ મેટ્રિક ટન.કિલોટન વેપન (હથિયાર) યુઝ કરવાના હોય ત્યારે વપરાતો શબ્દ છે. ડિસ્ટ્રકટીવ પાવર. "આટલું એન્ટી મૅટર તો એક મોટી સિટી ને ઉડાડી દે આટલી તાકાત ધરાવે છે."કોહલર ફરીથી બોલ્યા. "હા જો એ મેટરના સંપર્ક માં આવે તો. જે ક્યારેય કોઈ નહિ કરે."