સુખની ડાયરી

(16)
  • 3.1k
  • 4
  • 1.1k

શહેરનો મુખ્ય ગણાતો વિસ્તાર એટલે 'ઝંડા ચોક'.આ ચોકના બરાબર કોર્નર પર જ કોર્પોરેશન બેન્કની મુખ્ય બ્રાન્ચ આવેલી છે.આ મુખ્ય બ્રાન્ચમાં મહેશભાઈ પટેલ પટ્ટાવાળા તરીકેની ફરજ બજાવે.તેમનુ કામ એટલે ખરેખર દાદ માંગી લે.સમગ્ર ઓફિસમાં દરેક કર્મચારીનાં તેમજ બેન્ક મેનેજરના પણ મહેશભાઈ સૌથી પ્રિય.તેનુ મુખ્ય કારણ તેમની પોતાના કામ પ્રત્યેની નિષ્ઠાવૃત્તિ અને કાયમી કોઈ ને કોઈ કામમાં પરોવાયેલા રહેવાની આદત.એ સિવાય જ્યારે પણ વચ્ચે વચ્ચે મોકો મળે ત્યારે સતત કામના બોજથી કંટાળેલા કર્મચારી મિત્રો સાથે કોઈ નાનકડી મજાક કરી કર્મચારીઓનાં ચહેરા પરના સ્મિતનું તેઓ કારણ બને.કોઈ વાર એકાદ બે શાયરી કહી સંભળાવે કે પછી કોઈ મુવીના ડાયલોગ કહી કર્મચારીઓનાં ચહેરા પર સ્મિત