'બહિષ્કૃત ફૂલ' ખરી પડ્યું. Neerav Patel હવે આપણી વચ્ચે નથી. સાચેજ નિરવ પટેલ એવું તે સાહિત્ય રચીને ગયા જે સમાજની વ્યવસ્થા અને અડોડાઇના ઊંડાણમાંથી અંતર કોરીને આવતું હતું.તેમના સાહિત્યમાં સચ્ચાઈનો રણકો હતો. તેઓ માત્ર જીવવા માટે મૌન રહી જીવતા માનવી નહીં પણ જીવંત રહી વલોપાત કરીને પણ ખૂણામાં સંતાયેલી વેદના અને સચ્ચાઈને તેઓ બહાર લાવતા. તેઓ દુનિયાને મજાની ગણતા કહેતા મારે આ મજાની દુનિયા છોડી નથી જાવું. તેમનું કાવ્ય જોઈએ. દુનિયા બહુ મજાની છે આ દુનિયા. બહુ અજાયબ છે આ દુનિયા. બહુ રળિયામણી છે આ દુનિયા. પ્રક્રુતિ તો છે જ છે, પણ માનવીએ સર્જેલી સંસ્કૃતિ ને સભ્યતાનો અસબાબ તો જૂઓ :