મુજાહિદ ખાન

(16)
  • 3.4k
  • 5
  • 896

હું મુજાહિદ ખાન. ૧૧ મી ફેબ્રુઆરી એ મારું મૃત્યુ થયું છે. હું જીવિત નથી. પણ મારે કૈંક કહેવું છે તેથી હું આપની સમક્ષ હાજર થયો છું.હું બિહારના આરા જિલ્લાનો પીરો ગામનો રહેવાસી હતો.બાળપણ થી જ દેશપ્રેમ મારી નસ નસમાં સમાયેલો હતો. ગાંધીજી, વિવેકાનંદ, સરદાર પટેલ અને ભગત સિંહના પાઠ ભણીને મોટો થયો.મારા મનમાં હમેશા વતનપ્રેમના ગીતો ગુંજતા! મેરે દેશકી ધરતી, એ મેરે વતનકે લોગો, તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમે હૈ! મારા મિત્રો ને હું હમેશા કહેતો મારે ફોજમાં દાખલ થવું છે મારે વર્ધી પહેરીને પહેલા માભોમને પછી મારી માને સલામ કરવી છે.મારે વતન માટે જાન દેવી છે.મારી બાળપણની વાત ને લોકો મજાકમાં ઉડાડી દેતા પણ મારે વતન માટે જાન દેવી હતી, મા ભોમ માટે ફના થવું હતું.વીશ વરસનો હું. જવાની હજુ ફૂટી હતી. જીણી જીણી મૂંછ અને જીણી જીણી દાઢી હજુ ચહેરા પર કબજો જમાવી શકી ના હતી. આર્મી મા દાખલ કરવા માટે પીરોમાં આર્મીના લોકો આવ્યા. તો સૌથી પહેલા હું પહોંચી ગયો. અને મારી જવાની જોઈ કેપ્ટને મને પસંદ કરી લીધો. ખૂબ ગરીબ પરિવારમાં મારો જન્મ અને બે મોટા ભાઈ હું અને એક