નો રીટર્ન-૨ ભાગ-૯૫

(316)
  • 7.9k
  • 12
  • 4.7k

નો રીટર્ન-૨ ભાગ-૯૫ એ દેકારા પડકારાનાં પડઘમ અમારી હિંમતને રસાતાળ તરફ ધકેલતાં હતાં. એ છોકરી... તેની સફેદ આંખો... તેનાં કાળા અને ખવાઇ ચૂકેલાં દાંત... હવામાં ફરફરતાં મેલાઘેલાં કપડાની સરસરાહટ... દૂરથી સંભળાતાં દિલ દહેલાવનારાં અવાજો... અને અહીનું ડરામણું વાતાવરણ... અમારાં શરીરનાં અંગે અંગમાં દહેશત ગર્દ ધ્રૂજારી ઉત્પન્ન કરતાં હતાં. આવનારી ક્ષણે અમારું શું થશે એ વિચારીને જ અમારાં તો ગાત્રો શિથિલ પડતાં જતાં હતાં. ખજાનો મેળવવાની લાલસાએ અમને મોતનાં દરવાજે ખડા કરી દીધાં હતાં. એ ક્ષણે જ... જ્યાંથી અવાજો આવતાં હતાં એ દિશામાં પ્રકાશનો એક પૂંજ પ્રકટયો. અને પછી એક પછી એક એમ ઘણાબધાં પ્રકાશનાં પૂંજોનો સમુહ ઉમડયો. જાણે