ભેદ - - 11

(247)
  • 9.9k
  • 18
  • 5.1k

પોતાના રૂમમાં પહોંચીને મંચરશાએ બત્તી ચાલુ કરી. વળતી જ પળે તે એકદમ ચમકી ગયો. રૂમની બરાબર વચ્ચે ખુરશી પર એક માનવી બેઠો હતો. એ માનવીની વેધક આંખો મંચેરશાના ચહેરા પર જ મંડાયેલી હતી. એના ભયંકર ચહેરા પર નજર પડતાં જ મંચેરશા ધ્રુજી ઊઠ્યો. ભયનું એક ઠંડું લખલખું વિજળીવેગે એના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું. આવો ભયંકર માણસ એણે આજ સુધીમાં ક્યારેય નહોતો જોયો. એ માણસની આંખોમાંથી જાણે કે અંગારા વરસતા હતા.