પ્રતિક્ષા - ૩૧

(132)
  • 5.2k
  • 7
  • 1.8k

૧ ના ટકોરે શાર્પ ઉર્વા રઘુભાઈને મળવા હેવમોર પહોંચી ગઈ હતી. રાતે રડી લીધા પછી તેનું મગજ આમ પણ ખુબ હળવાશ અનુભવી રહ્યું હતું. મનસ્વી સાથેની વાતચીતે પણ તેને ઘણું બેટર ફિલ કરાવ્યું હતું. સવારથી તે મનસ્વીને નાનામોટા કામમાં મદદરૂપ થઇ રહી હતી. તેને પણ નહોતી ખબર શું કામ પણ તે માયાના બંધને મનસ્વી સાથે જોડાઈ રહી હતી.મનસ્વી એ જ સ્ત્રી હતી જેના લીધે ઉર્વિલ અને રેવા સાથે નહોતા છતાં તેના મનમાં મનસ્વી માટે કોઈ દ્વેષ નહોતો જન્મી રહ્યો. તેને માન જ થઇ રહ્યું હતું તેના માટે. કદાચ તે રચિતની આંટી હતી એટલે કે તેણે જે રીતે ઉર્વાને સંભાળી એટલે