મોર્ડન ગાંધર્વ

(56)
  • 3.2k
  • 13
  • 1.3k

સાંજના સાડા પાંચ નો સમય, શિયાળાની સાંજની શરુઆત થઇ ચૂકી છે. ભીડમા ફરતા અનેક ચેહરા પોતાની ચિંતાને છુપાવતા ઘર તરફ જઇ રહ્યા છે,  જાણે કે આખો દિવસ તકલીફો સાથે લડયા પછી રણમેદાન માં વિરામ પડયો હોય. તેવામાં  વસ્ત્રાપુરના ગાર્ડન નું એક દ્રશ્ય.  સૂરજ આથમી રહયો છે . બ્લુ કલરનુ ડેનીમ જીનસ અને ઓફશોલ્ડર  બ્લેક ટોપ મા સજજ  રિયા એકીટશે પોતાના આઇફોનમા કોઇકના કોલની રાહ જોઇ રહી છે, પણ સામેથી કોઇ કોલ રિસિવ ના થવાના લીધે તેના ચેહરા પરની વ્યાકુળતા અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા. તે ગાડૅનમા ચારે તરફ નજર દોડાવી રહી હતી, જાણે કોઈક માણસમાં તેનો જીવ અટકી ગયો હોય