~મજાક “બધા કારીગર વેકેશન પર ઉપડી ગયા છે. ફક્ત એક મુન્નો છે, એની દાદીનું પણ કંઈ ઠેકાણું નથી! જો આજે ફારુખ શેઠનું કામ પૂર્ણ થઈ જશે તો આપણે કાલે ઊટી માટે ઉપડી જઈશું.” વિપુલ સંધ્યાને સરપ્રાઈઝ તો ન આપી શક્યો, પરંતુ હવે એણે ખુલાસા કરવાનો વારો આવ્યો હતો. દિવાળી પૂર્વેનું પંચાણુ ટકા કાર્ય પતી ગયું હતું, બાકી પાંચ ટકામાં ફારુખ શેઠના ચાર સોફાસેટમાંથી બેની ગાદી અને રેક્ઝીનનું કાપડ અંતિમ સમયે ઘટી પડ્યું હતું. એનો જુગાડ પણ વેપારીએ આજે ત્રીજે દિવસે માંડ કર્યો હતો. “ઓ.કે. ડોન્ટ વરી.. હું પણ જરા