હાસ્યવાર્તા : મોજમાં રહેવું !

  • 4.3k
  • 4
  • 1.2k

વિવેકે જયારે આંખો ખોલી ત્યારે સફેદ પ્રકાશે તેની આંખો આંજી નાખી. તેની આંખો જયારે સફેદ પ્રકાશથી ટેવાઈ ત્યારે તેણે આસપાસ નજર કરી. આસપાસ બધું જ સફેદ રંગે રંગાયેલું હતું. તેને લાગ્યું જાણે તે કોઈ રંગો બનાવવા વાળી કંપનીની જાહેરાતનો ભાગ હોય. તેણે પોતાના કપડા પર નજર કરી તો એ પણ સફેદ રંગના હતા. તેની આસપાસના લોકો પણ સફેદ કપડા પહેરીને તેની જેમ જ પથારીમાં પડ્યા હતા. કેટલાક કારણ વગર રાડો પાડી રહ્યા હતા. તેણે પોતે છેલ્લે ક્યાં હતો તે યાદ કરવા પ્રયત્ન કર્યો. તેને યાદ આવ્યું કે તે રાત્રે પથારીમાં સૂતો હતો . તેને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપાડ્યો. તેને