સપ્રેમ ભેટ ! - 2

(18)
  • 6.5k
  • 4
  • 1.1k

વિનયની પહેલીવાર નજર મિરાલી ઉપર ધોરણ 12 માં પડી હતી. જયારે તેની જ બાજુની જ બેંચ પર મિરાલી તેની બહેનપણીની બાજુમાં આવીને બેસી, ત્યારે વિનયની અને મિરાલીની આંખ મળી હતી. એની નજર ક્યારેક બોર્ડ ઉપર તો ક્યારેક બાજુમાં, પણ જ્યારે મિરાલી સાથે તેની નજર એક થઈ જતી ત્યારે તેનું મન પ્રફુલ્લિત થઇ જતું. આવો સિલસિલો હંમેશ માટે થઈ ગયો હતો. પછી વિનય જ્યારે કોલેજમાં આવ્યો, અહીં સ્વતંત્ર વાતાવરણ હતું. છોકરા-છોકરીઓ બિન્દાસ એકબીજા સાથે ફરતા. વિનયે પણ મિરાલી સાથે ધીરે-ધીરે વાત કરવી શરૂ કરી દીધી. કોલેજની બસમાં પ્રોફેસર કે પછી કોઈ વિષય કેવો ફાવે છે. તેના વિશે બંનેમાં વાત થતી રહેતી.