આખી રાત પડેલા મૂશળધાર વરસાદને લીધે સજ્જનપુર ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયેલું જણાતું હતું. મોરલાના ટહુકાઓના અને દેડકાઓના અવાજો વાતાવરણને અલગ જ અહેસાસ કરાવતાં હતાં. પોતાની પથારીમાંથી ઊભા થઈ નિત્યક્રમ મુજબ કમળાબાએ કરદશૅન કરી ભગવાનને યાદ કરી ધરતી પર પગ મુક્યો. વરસાદી વાતાવરણ અને વીજળીના કડાકાને લીધે અધૂરી ઊંઘ તેમના ચહેરા પર સ્પષ્ટ વર્તાઈ રહી હતી. કમળાબા ૬૦ વરસના ભક્તિભાવવાળા એક સ્ત્રી હતા. નાની ઉંમરે વિધવા થયેલા કમળાબાના બે પુત્રો પોતાના પરિવાર સાથે શહેરમાં સુખેથી રહેતા. તેઓ જમનાબાને પણ શહેરમાં રહેવા માટેનો આગ્રહ કરતાં પણ કમળાબા કહેતા કે, શહેર કરતા અમારે ગામડું ભલું, ગામડાની ચોખ્ખી હવામાં શરીરે સારું રહે ને તમારા