તાળાકુંચીમાં… વિજય શાહ

  • 2.5k
  • 1
  • 759

તાળાકુંચીમાં…વિજય શાહPosted on June 16, 2018 by vijayshah લલીતા કાકી ૮૫ના થયા અને પ્રેમથી જાળવેલો તેમનો ડાયાબીટીસ હવે વકરવા માંડ્યો હતો. ડોક્ટર કહેતા કે ડાયાબીટીસ રાજરોગ છે તે એને જ લાગે જે તેની સારવાર માટે પૈસા ખર્ચી શકે. તેથી શ્રીમંતોને આ રોગ લાગે અને ડોક્ટરો જાત જાતની આશંકાઓ ભરી ભરી સતત ટેસ્ટ માટેની સોયો ભોંકી લેબોરેટરી વાળાઓને ભારે ઘરાકી કરાવે.. કોઇ પણ બેચેની કે અસ્વસ્થતા લાગે એટલે પહેલો જ પ્રશ્ન સુગર વધી ગઇ હશે, ચેક કરાવી લો…રાજ અને જતીન બે દીકરાઓ એક બોસ્ટનમાં અને બીજો ટેક્ષાસમાં અને લલીતા કાકીને રાજ સાથે બીલકુલ ના ફાવે જ્યારે ટેક્ષાસમાં તેમને ખુલ્લો દૌર, જતીન