ચીસ-17

(167)
  • 12.2k
  • 9
  • 5.3k

સ્યૂટ નંબર 305..!!લાંબીની લાઈટ સાથેનો સ્તબ્ધ સૂનકાર.!! યથાવત સન્નાટાનો પુન: પ્રવેશ..!!પીટરના શરીર પર હાવી થયેલી આક્રમક શેતાની શક્તિ..અને સેકન્ડ ફ્લોરના એ રૂમમાં ધરબાઇ ગયેલી આહટ..!!બીજી બાજુ કુલદીપસિંગ નદીના ધસમસતા પ્રવાહની જેમ લિફ્ટમાં નીચે આવી રહ્યો હતો. રિસેપ્શન કાઉન્ટર સુધી પહોંચતાં એનું શરીર પ્રસ્વેદે રેબઝેબ થઈ ગયેલું.રિસેપ્શન કાઉન્ટર પર પહોંચી એને જે દૃશ્ય નજરે પડ્યું એ જોઈ કુલદીપસિંગ આપાદમસ્તક ધ્રૂજી ઊઠ્યો. રાઉન્ડ ટેબલની પાછળ રિવોલ્વિંગ ચેર પર બેસેલી નિશાનુ માથું પાછળ ચોટી ગયું હોય એમ ટટ્ટાર દિવાર સાથે સટેલુ હતુ.એની આંખો ભયથી ફાટી ગયેલી. હજુય પ્રવેશ માર્ગ તરફ અપલક એ તકાયેલી હતી.એના ગળાના ભાગે નખના લસરકાનું નિશાન હતું. "નિશા..!" કુલદીપસિંગનો ચિંતિત સ્વર થરથરી ઉઠ્યો.કોઈ જ