બડે પાપા - નવલકથા - પ્રકરણ -11

  • 2.6k
  • 2
  • 1.2k

બધું હેમખેમ પાર પાડી ગયું હતું . છતાં સત્યમને એક વાતનો સતત અફસોસ થતો હતો . તેના હાથે એક અજન્મા બાળકની હત્યા થઈ ગઈ હતી .આ વાત તેના આત્માને સતત કચોટી રહી હતી . તેણે પોતાની માનસિક  યાતનાઓને  પોતાની ડાયરીમાં શબ્દશઃ  ઉતારી લીધી હતી .  અને  ડાયરી  જાણી જોઈને ગીતા  બહેનની નજરમાં આવે તેવી  રીતે રાખી  દીધી .અને  તેમણે તરતજ સત્યમ ની ડાયરી વાંચી લીધી હતી .પોતાનો દીકરો  સુહાની શું માનીને ચાલતો હતો ?  તેમણે અજાણતામાં દીકરાને અન્યાય કર્યો હતો . તેની લાગણી દુભાવી હતી . આ વાતનો તેમને સતત રંજ થઇ રહ્યો હતો . તેમણે દીકરાને મહેણું માર્યું હતું જેનો મતલબ