અ રેઇનબો ગર્લ - 8

(43)
  • 3.6k
  • 8
  • 1.5k

અ રેઇનબો ગર્લ - 8સવારે હું ઉઠી ત્યારે મને માથું સહેજ ભારે ભારે લાગતું હતું, આંખો બોજીલ લાગતી હતી અને પગમાં કળતર થતું હતું, મેં ચાદર હટાવીને જોયું તો હું નિર્વસ્ત્ર સૂતી હતી, મારા કપડાં બેડની બાજુમાં અસ્ત વ્યસ્ત ફેલાયેલા પડ્યા હતા, હજુ હું કઈ યાદ કરવાની કોશિશ કરું એ પહેલાં જ બાથરૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો, મેં તરત ચાદર ખેંચીને મારા શરીર ફરતે વીંટાળી દીધી.ક્રિશ નાહીને બહાર આવ્યો હતો, તેના ભીના વાળમાંથી પાણીનાં ટીપાં પડતા હતા, મને જાગી ગયેલી જોઈને તે મારી પાસે આવ્યો અને મારા માથા પર કિસ કરતા બોલ્યો,"ઉઠી ગઈ? પગમાં કેમ છે હવે? બહુ દુખાવો તો