બધા જતા રહ્યા હતા. શ્યામલી અને સમીર બે જ હતા. સમીર:- "હવે ઘરે જઈએ."શ્યામલી:- "સમીર શું થયું? તું આજે કંઈ ચૂપચાપ છે."સમીર:- "ના કંઈ નહિ. બસ એમજ ચૂપ રહેવાનું મન થયું."શ્યામલી:- "તું કોઈ દિવસ નહિ ને આજે કેમ ચૂપચાપ છે? આજે તું અલગ વર્તન કરે છે. શું થયું?"સમીર:- "મારી મરજી."શ્યામલી:- "સમીર પ્લીઝ મને કહે ને કે તું મારી સાથે આવું વર્તન કેમ કરે છે? તું મારી સાથે પહેલાં કેવી રીતના વાત કરતો હતો અને આજે તો તું એકદમ ચૂપ થઈ ગયો. શું ચાલે છે તારા મનમાં."સમીર:- "પ્લીઝ શ્યામલી તારા સવાલો પૂરા થઈ ગયા હોય તો ઘરે જઈએ?"શ્યામલી:- "સારું." બંને