બ્લાઇન્ડ ગેમ-૨૧ ગેમ ઓવર (અંતિમ પ્રકરણ)

(102)
  • 5.1k
  • 11
  • 2.1k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) પ્રકરણ- ૨૧ (ગેમ ઓવર) Last Chapter -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com (પ્રકરણ-૨૦માં આપણે જોયું કે... ચીફ મિનિસ્ટરના કાળા કરતૂતોનો પર્દાફાશ કરવા માટે ‘હની-ટ્રેપ’ બિછાવીને ગયેલી નવ્યા એકાંતમાં એમની મુલાકાત કરે છે. શરીરની સોદાબાજીનું વિડિઓ-રેકોર્ડીંગ મોબાઇલ-સ્ટોરેજમાં ‘સેવ’ થઈ રહ્યું હોય છે. અરમાન દ્વારા સાહિત્ય-સમારોહના મંચની મધ્યે લાગેલી વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રિન ઉપર સી.એમ.ની ઓફિસની અંદર આકાર લઈ રહેલા એ ‘સ્કેન્ડલ’નું પ્રસારણ જાહેર કરી દેવામાં આવે છે. એ સાથે જ સમારોહમાં ઉપસ્થિત લોકોમાં ચીફ મિનિસ્ટર હૃષિકેશ મહેતા વિરુદ્ધ રોષ-આક્રોશનો જુવાળ ફાટી નીકળે છે. સી.એમ.ની મઝાનું માતમ બની જાય છે. અને પછી