આ લેખ મારા જીવનની એક સત્ય ઘટના પર આધારીત છે, વાત છે ફળીયાની બંટી કુતરી ની... એક એવો જીવ જે આખા ફળીયાનો જીવ હતી. મારી ઉંમર ત્યારે અંદાજે નવ-દસ વર્ષની હશે.શિયાળાની મદમસ્ત સવાર પડી છે, ઝાકળ અને તેમાંથી પસાર થતા સૂરજના કીરણો પ્રકૃતિને વિશેષ અહલાદક બનાવે છે. નિશાળ બપોરની પાળીની એટલે સવારે નાહી ધોઇ, સીરામણ કરી અડધો દિવસ તો ખૂબ રમાવાનું, પણ આજે તો જાણે ફળીયામાં કોઇ પ્રસંગ હોય તેવી ચહલ પહલ છે.ફળીયો... હા...મારો ફળીયો.... જેમાં બધાં થઇને કુલ્લ આઠેક ઘર હશે. બધાં ઘર-કુટુંબો જાણે એક પરિવાર હોય તેમ રહે. દરેક કુટુંબના બાળકો મોડી રાત સુધી ધમાલ કરે. એક અલગ