રમકડું

  • 2.5k
  • 1
  • 827

હું હાંફતી હાંફતી બસસ્ટેન્ડ પર પહોંચી, ચહેરા પર દુપટ્ટો બાંધ્યો હોવાથી કોઈએ મને ઓળખી નહીં જ હોય મેં વિચાર્યુ. દોડવાના કારણે કપાળના ભાગે પરસેવો વળી ગયો હતો તે રૂમાલથી લૂછયો. બસસ્ટોપ પર મારી આજુબાજુ ઉભેલા કોલેજિયન અને નોકરિયાત પોતપોતાની બસની રાહ જોઈ રહ્યા હતાં. હું આમતેમ જોઈ રહી, કોઈ જાણીતું તો દેખાઈ નથી રહ્યું ને! મને આટલી વહેલી સવારે અહીંયા કોઈએ જોઈ તો નહીં લીધી હોય ને!. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો, તેમ તેમ મારી ગભરાહટ વધી રહી હતી. પાણીની તરસના કારણે ગળુ સુકાઈ રહ્યું હતું. બાજુનાં ગલ્લે જઈ પાણી બોટલ ખરીદી લઉ એમ વિચારી ગલ્લા તરફ ગઈ