સંબંધો ની આરપાર...પેજ - 5

(53)
  • 6.4k
  • 6
  • 3.3k

મી.મહેતા ની વિનંતી ને માન આપીને પ્રયાગ,  પ્રસંગ ને અનુરૂપ ઉદ્દબોધન કરવા ડાયસ પર રાખેલા પોડીયમ પાસે ગયો અને માઈક હાથ માં લીધું. પ્રયાગ ગ્રુપ ઓફ કંપનીઝ ના ચેરપર્સન માનનીય અંજલિજી, કંપનીના જી.એમ. શ્રી મહેતા સાહેબ, કંપનીના ઉચ્ચ અધિકારીશ્રી ઓ, તથા પ્રયાગ ગ્રુપ ના ઉપસ્થિત સર્વે કર્તવ્યનિષ્ઠ કર્મચારી ઓ, તથા પ્યુન શ્રી કેશવકાકા ... ખરેખર આજનો દિવસ મારા માટે જીવનભર નું  મીઠું સંભારણું બની રહેશે. મારા મમ્મી શ્રી તથા આપણી કંપનીના સર્વે સર્વા.... શ્રી અંજલિજી અથાગ મહેનત તથા આપ સૌ કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ ની દિવસ અને રાત ની મહેનત ના લીધે આજે દેશ વિદેશમાં આજે પ્રયાગ ગ્રુપ સફળતા ના શીખર પર પહોંચી શકી