ભેદ - - 9

(245)
  • 7.7k
  • 23
  • 5k

અર્ધી રાત્રે દિલીપ જ્યારે પોતાના રૂમમાં પાછો આવ્યો ત્યારે દરિયાકિનારે અરૂણ દેશપાંડેના મૃતદેહના ગજવામાંથી કાઢેલી વસ્તુઓ કે જે એણે પોતાના ગજવામાં ટ્રાન્સફર કરી નાખી હતી, એ તેને યાદ આવી. એ વસ્તુઓને તે અત્યાર સુધી સાવ ભૂલી ગયો હતો. એણે અંધકારમાં જ એ બધી વસ્તુઓને પોતાના ગજવામાંથી બહાર કાઢી. બાજુના રૂમમાં કાવેરી ગાઢ ઊંઘમાં સૂઇ ગઇ છે એની ખાતરી કર્યા પછી એણે દરવાજાની સ્ટોપર બંધ કરી.