કેદ

(45)
  • 3.5k
  • 7
  • 934

એક ઝટકા સાથે બસ ઉભી રહી. બે ની સીટમાં બારી પાસે બેઠેલી રૂપલીનું ધ્યાન ચડી રહેલા નવા પેસેન્જરો તરફ ગયું. માથે પાઘડી ને લાકડીને ટેકે ચાલતા દાદા, એની પાછળ ઇન્સર્ટ વગરનાં સ્કુલ યુનીફોર્મ વાળો છોકરો, અને સૌથી છેલ્લે, ઝાલરવાળો ચણિયો, માથે વિખરાયેલા વાળને ઢાંકી દેતા ભૂરા સાડલા વાળી આધેડ ઉમરની બાઈ. ચકળ-વકળ ફરતી આંખોથી ચાંદલા વગરનો ચાહેરોએ આકર્ષક લાગતો હતો. ખાલી જગ્યા ગોતવા એણે આખીયે બસમાં ને સાથે એના પેસેન્જરો પરેય એક નજર ફેરવી. સીટની ઉપરના હેન્ડલને પકડીને એણે ચાલવાનું શરુ કર્યું ને ડ્રાઈવરે બસ મારી મૂકી. રૂપલી એને પોતાની સામેની સીટ પર બેસતા જોઈ રહી. “આંખું ફાડી ફાડીને સું