ભેદ - - 8

(248)
  • 8k
  • 3
  • 4.9k

બીજી તરફ કિશોર તથા મીનાક્ષી ફરતાં ફરતાં ઘણું દૂર નીકળી ગયાં. એક સ્થળે મીનાક્ષીનો પગ સાડીમાં ફસાઇ જવાને કારણે લપસ્યો અને વાંકીચૂકી સડક પર તે લથડીયું ખાઇને ગરબડી પડવા જેવી સ્થિતિમાં મૂકાઇ ગઇ. પરંતુ બાજુમાં ચાલી રહેલા કિશોરે તેને પોતાના બાહુપાશમાં લઇને બચાવી લીધી. ‘થેક્યૂં...’ કિશોર એકીટશે તેના ચહેરા સામે તાકી રહ્યો હતો. એ રાતવાળી મીનાક્ષી તેના માનસ ચક્ષુઓ સમક્ષ તરવરી ઊઠી. એ મીનાક્ષી- કે જેણે ત્યારે પોતાની જાતને મધુ તરીકે ઓળખાવી હતી, જે એને પ્રેમ કરવા માટે વ્યાકુળ હતી અને સદીઓથી તરફડતી હતી.